મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Vadodaraમાં બાબાખાનના ભત્રીજા સહેબાજ પઠાણની દાદાગીરી, ધક્કામુક્કી બાદ એક્ટિવા ચાલક પર કર્યો હુમલો

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક્ટિવા ચાલક સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. એક સમયે નવાયાર

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક્ટિવા ચાલક સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. એક સમયે નવાયાર્ડના માથાભારે શખ્સ તરીકે ઓળખાતા બાબાખાન પઠાણના ભત્રીજા સહેબાજ પઠાણ અને તેના સાથીદારોએ એક એક્ટિવા ચાલક સાથે ધક્કામુક્કી કરી હુમલો કરવાની ઘટના સામે આવી છે.આ ઘટનાના CCTV ફૂટેજ વોઈસ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ચિંતા વ્યાપી છે.

 નવાયાર્ડ વિસ્તારમાં સહેબાજ પઠાણ અને કેટલીક વ્યક્તિઓ દ્વારા ઊભેલા એક એક્ટિવા ચાલક સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલો ઉગ્ર બનતા કેટલીક વ્યક્તિઓએ ભેગા મળીને એક્ટિવા ચાલક પર હુમલો કર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગેંગ જેવી રીલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેના પર પણ પોલીસ નજર રાખી રહી છે.

તાજેતરમાં દિલ્હીમાં બનેલી ઘટનાને પગલે વડોદરા પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતી વધારી છે. ત્યારે નવાયાર્ડ જેવી ઘટનાઓ કાયદો-વ્યવસ્થા પર નિયંત્રણ મજબૂત બનવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે થશે.

આ સમાચાર શેર કરો