મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Suratની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગનો મામલો: GSTV ટીમ 7મા માળે પહોંચી, વેપારીઓની ગેરરીતિ બની 'માથાનો દુખાવો'

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લા

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ પર ગત રાત્રે આશરે બે વાગ્યે સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટનાએ માર્કેટના વેપારીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓ અને સુરક્ષાના નિયમોની અવગણનાનો પર્દાફાશ કર્યો છે. ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી, જેમાં વેપારીઓની બેદરકારી મુખ્ય કારણ બની હતી.

ફાયર ફાઇટર્સ માટે 'માથાનો દુખાવો' સાબિત થઈ ગેરરીતિઓ

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે (SMC) આપેલી માહિતી મુજબ, આગ બુઝાવવા માટે ફાયરની છ ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જોકે, બિલ્ડિંગની રચના અને વેપારીઓની બેદરકારીને કારણે કામગીરી મુશ્કેલ બની. 

  • ગ્રીલ અને જાળી: રાજ ટેક્સટાઇલ બિલ્ડિંગની બારીઓમાં ગ્રીલ, જાળી અને કાચ લગાવવામાં આવ્યા હતા. આ જાળીઓના કારણે ફાયર વિભાગને આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી, કારણ કે પાણીનો મારો યોગ્ય રીતે થઈ શકતો ન હતો.

  • પેસેજમાં માલ: નિયમોનું ઉલ્લંઘન કરીને બિલ્ડિંગના પેસેજમાં પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. આના કારણે ફાયરના જવાનોને અંદર પ્રવેશ કરવામાં અને આગના સ્થળે પહોંચવામાં ખુબજ હાલાકી પડી હતી.

  • લેડરનો પ્રવેશ: 70  મીટરના લેડર (હાઈડ્રોલિક પ્લેટફોર્મ) બિલ્ડિંગની અંદર પ્રવેશ કરી શક્યું નહીં, જે તપાસનો વિષય છે.

ફાયર વિભાગે અગાઉ પણ તમામ ટેક્સટાઇલ માર્કેટોને બારીઓમાં જાળી ન લગાવવા મામલે નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં વેપારીઓએ ધ્યાન આપ્યું નહોતું.

સાતમા માળે દુકાનો સંપૂર્ણ ખાખ, વેપારીઓ ચિંતિત

આગ લાગ્યા બાદ GSTV ટીમ 7મા માળે પહોંચી ત્યારે ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા.7મા માળે લાગેલી આગથી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટનામાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાની સ્થિતિ છે.

તપાસમાં જાણવા મળ્યું કે વેપારીઓ દ્વારા દુકાનોને ગોડાઉન બનાવી દેવામાં આવી હતી અને તેમાં ઓવરલોડ માલ મુકવામાં આવ્યો હતો. લિફ્ટમાં પણ માલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. દુકાનોની બારીઓ પણ પેક હતી, જેના કારણે ધુમાડો બહાર નીકળવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. આ તમામ બેદરકારીઓને કારણે નુકસાનનું પ્રમાણ ખૂબ મોટું થયું છે.

વેપારીઓની માંગણી અને ચિંતા

આગ કાબૂમાં આવી ગયા બાદ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ઓનલાઈન બિઝનેસ કરતા વેપારીઓ સહિતના વેપારીઓએ તાત્કાલિક માર્કેટની અંદર જઈને ધંધો શરૂ કરવાની અને નુકસાનનું આકલન કરવાની માંગ કરી છે.

કાયદાકીય તપાસની માંગ

આ સમગ્ર મામલે જો પોલીસ અને ફાયર વિભાગ દ્વારા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તપાસ કરવામાં આવે તો માર્કેટ બિલ્ડિંગના નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદેસર સ્ટોરેજના અનેક ભોપાળાઓ બહાર આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો