Surat news: રાજ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 11 કલાક બાદ કાબૂમાં, 20 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં 11 કલાક બાદ આગ પર કાબુ મેળ

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં 11 કલાક બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. રાજ ટેક્સટાઈલ માર્કેટમાં સાતમા માળે લાગેલી આગ નચેના ફ્લોર પર પહોંચી હતી. તેમજ બે હાઈડ્રોલિંગ મશીન મારફતે આગ બુઝાવવાની કામગીરી થઈ છે. આગ બુઝાવવા અત્યાર સુધી 20 લાખ લીટર પાણીનો ઉપયોગ થઈ શક્યો છે.
આગને કારણે વેપારીઓમાં ભારે ભયનો માહોલ છે.આગના કારણે વેપારીઓએ ખૂબ મોટું નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે. વધુમાં, માર્કેટને વર્ષ ૨૦૨૧માં બી.યુ.સી. મળેલી હતી. આગ ઓલવવાની કામગીરી દરમિયાન ત્રણ ફાયરના જવાનોને ધૂમાડાને કારણે ગૂંગળામણ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી છે. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 22થી વધુ ફાયરની ગાડીઓ હાજર છે અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતના મેયર દક્ષેશ માવાણી સ્થળ પર, ફાયર અધિકારીઓ પાસેથી મેળવી માહિતી
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટનાની ગંભીરતાને જોતાં, શહેરના મેયર દક્ષેશ માવાણી તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા. મેયર દક્ષેશ માવાણીએ સ્થળની મુલાકાત લીધી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફાયર અધિકારીઓ પાસેથી આગની સ્થિતિ, કાબૂ મેળવવા માટે ચાલી રહેલા પ્રયાસો અને નુકસાન અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.






