Video: સંવેદનશીલ ઘટના, ખંભાળિયામાં ઇદના જુલુસમાં પેલેસ્ટાઈનના ફ્લેગ થયા પ્રદર્શિત, ધરપકડ માટે કાર્યવાહી શરૂ
દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં 11 મી શરીફના ઇદના જુુલૂસ દરમિયાન એક અત્યંત સંવેદન
દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં 11 મી શરીફના ઇદના જુુલૂસ દરમિયાન એક અત્યંત સંવેદનશીલ ઘટના બની છે, જ્યાં વિધર્મીઓ દ્વારા પેલેસ્ટાઈનનો ફ્લેગ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે જુદા જુદા જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવું ઈરાદાપૂર્વક કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે.
ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર
ફરિયાદ મુજબ, આમદ અબ્દુલ રૂખડા નામના ઈસમે જાતે ફ્લેગ બનાવ્યા હતા અને જુુલૂસમાં ફરકાવ્યા હતા. એટલું જ નહીં, તેણે અન્ય બાળકો પાસેથી પણ આ ફ્લેગ પ્રદર્શિત કરાવ્યા હતા. જાહેર જુુલૂસ દરમિયાન આમદ રૂખડાએ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
પોલીસ કાર્યવાહી
આમદ અબ્દુલ રૂખડાએ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા, ખંભાળિયા પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળિયા પોલીસ મથકમાં આ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા સહિતા 2023 ની કલમ 196(2) 351 (C) અને જુવેનાઇલ જસ્ટીન ની એક્ટ 2016 ની કલમ 83 (2) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







