'શક્તિ' વાવાઝોડું દ્વારકાથી 260 કિમી દૂર, 11 ફૂટ ઊંચા મોજા ઉછળશે
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24 સપ્ટેમ્બરે ચોપા

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24 સપ્ટેમ્બરે ચોપાસાએ વિદાય લીધા બાદ આ ચોમાસાનું પ્રથમ વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયું. આ વાવાઝોડુ તેના પ્રારંભિક રૂપ લો પ્રેસર તરીકે નવરાત્રિમાં ગત પાંચેક દિવસથી ગુજરાતને ઘમરોળતું રહ્યું છે અને અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસાવ્યો છે અને તેના કારણે ભરુચથી આગળ ચોમાસાની વિદાય થતી અટકી ગઈ છે.
બંદરોએ ભયસૂચક સિગ્નલો લગાવાયા
દેશની પૂર્વ-પશ્ચિમ બન્ને દિશાએ વાવાઝોડાની સ્થિતિ દેશની પશ્ચિમે સૌરાષ્ટ્રના કાંઠા નજીક ડીપ્રેસન વાવાઝોડામાં ફેરવાયું છે ત્યારે પૂર્વમાં ઓડિશા ઉપરનું ડીપ્રેશન (જે વાવાઝોડાને જન્મ આપી શકે તેવું શરુઆતનું રૂપ છે)
આ બે સીસ્ટમ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અરવાલ પ્રદેશ ઉપર વધુ એક વેસ્ટન સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ઉત્તર-પશ્ચિમ ભારત પર તા. 4ના વધુ ડિસ્ટર્બન્સ ત્રાટકતું હોય ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. આમ, દેશમાં એકંદરે હવામાન વિષમ રહેશે.
હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્જાયેલા ઊંડા દબાણ પર ગંભીર ચેતવણી જાહેર કરી છે, જે હવે ચક્રવાતી વાવાઝોડા 'શક્તિ'માં પરિવર્તિત થઈ ગયું છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્ર પર સક્રિય થયેલું આ ઊંડું દબાણ હવે ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે.
'શક્તિ' વાવાઝોડાની ગુજરાત પર અસર
હાલમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી 360 થી 420 કિલોમીટર દૂર છે. આજે (4 ઓક્ટોબરે) તે વધુ તોફાની વાવાઝોડામાં પરિવર્તિત થઈને અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. જોકે, તેની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે.
પવનની ગતિની સંભાવના:
હવામાન વિભાગે વાવાઝોડાને કારણે ફૂંકાનારા પવનની ગતિ અંગે નીચે મુજબની આગાહી કરી છે:
4 ઓક્ટોબર: પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
5 ઓક્ટોબર: પવનની ગતિ વધીને 124 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
6 ઓક્ટોબર: ગતિમાં ઘટાડો થઈને 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
7 ઓક્ટોબર: પવનની ગતિ ઘટીને 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને માછીમારો તેમજ દરિયાકાંઠાના રહેવાસીઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે








