મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દ્વારકા જિલ્લામાં વર્તું-૨ ડેમના દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રાત્રિના સમયે થયેલા ભારે વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રાત્રિના સમયે થયેલા ભારે વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે.જેને પગલે વર્તું-2 ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થયી છે. સલામતીના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો.

ડેમની જળસપાટી જાળવી રાખવા માટે વર્તું-2 ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના પગલે ડેમમાંથી પાણીનો પ્રવાહ નદીના પટમાં વહેતો થયો છે.

વહીવટી તંત્રએ નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવતા તમામ ગામો અને રહેવાસીઓને સાવચેત રહેવા માટે એલર્ટ જાહેર કર્યું છે. લોકોને નદીના પટમાં કે કાંઠાના વિસ્તારોમાં ન જવા તેમજ પોતાના ઢોર-ઢાંખરને દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે. આ પગલું પૂર જેવી કોઈ પણ પરિસ્થિતિને ટાળવા અને જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો