મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Surendranagarમાં સરપંચોએ આચર્યું 'શૌચાલય કૌભાંડ', ચૂંટણી લડવા ખોટા એફિડેવિટ રજૂ કર્યાનો ધડાકો

સુરેન્દ્રનગર જિલ્લામાં પંચાયત સ્તરના પદાધિકારીઓ પર એક ગંભીર કૌભાંડ આચર

સુરેન્દ્રનગર જિલ્લામાં પંચાયત સ્તરના પદાધિકારીઓ પર એક ગંભીર કૌભાંડ આચરવાનો આરોપ લાગ્યો છે. જિલ્લાના અનેક સરપંચો અને સભ્યોએ ચૂંટણી લડતી વખતે પોતાના ઘરે શૌચાલય હોવાના ખોટા સોગંદનામા (False Affidavits) રજૂ કર્યા હોવાનો ધડાકો થયો છે. આ મામલે સ્થાનિક આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત રજૂઆત કરી છે.

ચૂંટણી પંચની આંખમાં ધૂળ 

સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે, સરપંચો અને સભ્યોએ ચૂંટણી લડવાની લાયકાત મેળવવા માટે ચૂંટણી પંચની આંખમાં મસાલો નાખવાનું કામ કર્યું છે. નિયમ મુજબ, ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારના ઘરમાં શૌચાલય હોવું ફરજિયાત છે. જોકે, સુરેન્દ્રનગરના કેટલાક પદાધિકારીઓએ આ નિયમનો ભંગ કર્યો છે.

આ કૌભાંડમાં મુખ્યત્વે લિયા, ભવાનીગઢ, દાણાવાડા અને ગઢડા ગામના સરપંચો અને સભ્યો સામેલ હોવાનો આરોપ છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે શૌચાલય ન હોવાની યાદીમાં પણ આ પદાધિકારીઓના નામ સામેલ છે, તેમ છતાં તેમણે શૌચાલય હોવાના ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા.

સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહીની માંગ

મુળીના આગેવાન અશોક મકવાણા અને દીપક ચિહ્નલાએ આ સમગ્ર કૌભાંડની વિગતો જણાવી હતી. આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ માંગણી કરી છે કે, જે સરપંચો અને સભ્યોએ ખોટા સોગંદનામા રજૂ કર્યા છે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

આ સમાચાર શેર કરો