મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: 15થી વધુ લોકોને અડફેટે લેનાર નબીરા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક નબીરા કારચાલકે ભર બજારમાં 15થી વ

Surendranagar news: 15થી વધુ લોકોને અડફેટે લેનાર નબીરા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક નબીરા કારચાલકે ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની ગંભીરતાને લઇ થાન પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. 

થાનમાં પોલીસની ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન કારચાલકે ભર બજારમાં 15થી વધુ લોકોને અડફેટે લીધા હતા.  દુર્ઘટના મુદ્દે કાર ચાલક સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. થાન પોલીસ આઝાદ ચોક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે નબીરાએ બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના બાદ પોલીસે કાર જપ્ત કરી નબીરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો