મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Rajkot Bar Association elections: 'અમે છોકરા નહીં, તારા બાપ છીએ!' ચૂંટણી જીતવા વકીલોનો બેફામ વાણી વિલાસ

Video/ Rajkot Bar Association elections: Lawyers' bold rhetoric to win elections | રાજકોટ બાર એસોસિએશન (RBA)ની ચૂંટણીનો માહોલ અત્યંત ગરમાયો છે, જેમાં પેનલોના

રાજકોટ બાર એસોસિએશન (RBA)ની ચૂંટણીનો માહોલ અત્યંત ગરમાયો છે, જેમાં પેનલોના સમર્થકો ચૂંટણી જીતવા માટે બેફામ વાણી વિલાસ પર ઉતરી આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે સમરસ પેનલ વિરુદ્ધ RBA પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે.

સિનિયર વકીલનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

ચૂંટણી પ્રચાર દરમિયાનનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં RBA પેનલના સિનિયર સપોર્ટર દિલીપ પટેલ વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. વાયરલ વિડીયોમાં દિલીપ પટેલ પ્રતિસ્પર્ધી જૂથને ઉદ્દેશીને કહી રહ્યા છે કે, "એ લોકોને એમ લાગે છે કે આપણે છોકરા છીએ, પરંતુ અમે છોકરા નહીં, તારા બાપ છીએ." સિનિયર વકીલ દ્વારા જાહેરમાં થયેલા આ પ્રકારના નિવેદનથી કાયદાના આ પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા સંગઠનની ગરિમા સામે સવાલો ઊભા થયા છે.

વકીલોમાં આચારસંહિતાનો ભંગ?

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં હરીફ જૂથો દ્વારા કરવામાં આવી રહેલો આ બેફામ પ્રચાર, વકીલોની નૈતિક આચારસંહિતાના ઉલ્લંઘન તરફ ઈશારો કરે છે. ચૂંટણી જીતવા માટે વ્યક્તિગત આક્ષેપો અને આક્રમક ભાષાનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. 

આ સમાચાર શેર કરો