મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: જસદણ-આટકોટ વચ્ચેના હાઇવે પર ટ્રેક્ટરની અડફેટે આવતા જૈન સાધ્વીજીનું નિધન

રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ વચ્ચેના હાઇવે પર મંગળવારે (9 ડિ

Rajkot news:  જસદણ-આટકોટ વચ્ચેના હાઇવે પર ટ્રેક્ટરની અડફેટે આવતા જૈન સાધ્વીજીનું નિધન

રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ વચ્ચેના હાઇવે પર મંગળવારે (9 ડિસેમ્બર) ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ટ્રેક્ટરની અડફેટે આવતા જૈન સાધ્વીજી શ્રુતનિધિજીનું દુઃખદ અવસાન થયું છે. આ અકસ્માતમાં કાર અને મગફળી ભરેલા ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, કટરથી બહાર કઢાયા

મળતી માહિતી મુજબ, જસદણ અને આટકોટ હાઇવે વચ્ચે કાર અને મગફળી ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, આ દરમિયાન જસદણથી જૂનાગઢ પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીઓને પણ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એક જૈન સાધ્વી શ્રુતિનિધિજીનું નિધન થયું છે. આ સિવાય અન્ય ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. લોકોને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સિવાય મગફળી ભરેલું ટ્રેક્ટર પણ પલટી ગયું હતું. 

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં, સાધ્વીજીનું સારવાર દરમિયાન મોત

દુર્ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે આટકોટની કે.ડી. પરવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો