મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નેશનલ હાઇવે પર 'પેટ્રોલ ચોરી'નો પર્દાફાશ, Surendranagar LCBએ ₹1 કરોડનું ગેરકાયદેસર રેકેટ પકડ્યું!

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવતું પેટ

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવતું પેટ્રોલ, ડીઝલ અને કેમિકલના ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કટારિયા ગામ નજીક પાડવામાં આવેલા દરોડામાં આ મોટું નેટવર્ક ઝડપાયું છે.

ધાબામાંથી ચાલતું હતું કૌભાંડ

આ ગેરકાયદેસર રેકેટ હાઇવે પર આવેલી 'યુપી બિહાર મહારાષ્ટ્ર ધાબા' નામની હોટલમાંથી ચલાવવામાં આવતું હતું. LCBની ટીમે કરેલી કાર્યવાહીમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, હાઇવે પરથી પસાર થતાં ટ્રક અને ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ, ડીઝલ અને કેમિકલ કાઢીને તેનો સંગ્રહ કરવામાં આવતો હતો અને બ્લેકમાં વેચવામાં આવતું હતું.

દરોડાની મુખ્ય વિગતો

 અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે, કટારિયા ગામ નજીક આ રેકેટ ચાલતું હતું. પોલીસે સ્થળ પરથી આશરે ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  આ સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા 6 ઇસમોની અટકાયત કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ
આ રેકેટ લાંબા સમયથી હાઇવે પર આવેલી એક ધાબામાંથી ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવા અથવા આંખ આડા કાન કરવા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે.

જપ્ત થયેલા મોટા પ્રમાણમાં મુદ્દામાલ અને અટકાયત કરાયેલા આરોપીઓ દર્શાવે છે કે આ રેકેટ એક વ્યાપક નેટવર્ક હેઠળ ચલાવવામાં આવતું હતું. પોલીસ સૂત્રોના મતે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી અનેક હોટલોમાં પણ આ પ્રકારનું પેટ્રોલ, ડીઝલ અને કેમિકલ ચોરીનું રેકેટ ચાલી રહ્યું હોવાની આશંકા છે. 

આ સમાચાર શેર કરો