મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot ના થોરાળા વિસ્તારમાં જૂથ અથડામણના Video આવ્યા સામે, સોડા બોટલ, ઈંટ-પથ્થરથી કરાયા હતા ઘા

રાજકોટના થોરાળા વિસ્તારમાં ગઈકાલે થયેલી જૂથ અથડામણની ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સા

રાજકોટના થોરાળા વિસ્તારમાં ગઈકાલે થયેલી જૂથ અથડામણની ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ અથડામણના જે દ્રશ્યો સામે આવ્યા છે, તે જોતાં લાગે છે કે જાણે આવારા તત્વોને પોલીસનો કોઈ ડર કે ખૌફ જ ન હોય.

ઈંટ, પથ્થર અને સોડા બોટલના ઘા

જૂથ અથડામણ દરમિયાન આવારા તત્વોએ જાહેરમાં એકબીજા પર સોડા બોટલ, ઈંટ અને પથ્થરના છૂટા ઘા કર્યા હોવાના વિડિયો સામે આવ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ફરતા થતાં પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે. સરેઆમ હથિયારો સાથેના આ હુમલાને કારણે પોલીસની કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે.

ચાર જેટલા લોકો ઘાયલ

આ સમગ્ર જૂથ અથડામણની ઘટનામાં ચાર જેટલા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને અથડામણ કરનારા અને વિડિયોમાં દેખાતા તમામ શખ્સોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો