Rajkot: મહાનગરપાલિકાનું ફૂડ ચેકિંગ, રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં 24 ધંધાર્થીઓને ત્યાં કરાઇ ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા ધં

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓ સામે સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર આરોગ્ય અને ગુણવત્તા જાળવવાના હેતુથી ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.
કુલ 24 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
RMCની ફૂડ વિભાગની ટીમે શહેરના રામાપીર ચોકડીથી લઈને રૈયાધાર વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન ખાણીપીણીની લારીઓ, ફરસાણની દુકાનો અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા એકમો પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
લાઇસન્સ બાબતે 6 ધંધાર્થીઓને સૂચના
તપાસ દરમિયાન, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના ભાગરૂપે, છ ધંધાર્થીઓને લાઇસન્સ સંબંધિત દસ્તાવેજો પૂર્ણ કરવા અને સુધારા કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.







