Video/ માંડવી ધર્માંતરણ કૌભાંડ: આચાર્ય અને ડોક્ટર બાદ હવે બે 'શિક્ષકો' પણ પોલીસના સકંજામાં!
Video/ Mandvi conversion scam: now two 'teachers' are also in the police custody! | સુરતના માંડવીમાં આદિવાસી સમાજના ભોળા લોકોને ગેરમાર્ગે દોરીને ખ્રિસ્તી ધર્

સુરતના માંડવીમાં આદિવાસી સમાજના ભોળા લોકોને ગેરમાર્ગે દોરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવાનું એક વ્યવસ્થિત કૌભાંડ કાર્યરત હતું. પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરીને વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
શિક્ષકો જ ધર્માંતરણમાં સક્રિય
આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, જેમના માથે સમાજને સુધારવાની જવાબદારી છે તેવા શિક્ષકો જ આ કાળા કારોબારમાં સક્રિય હતા. પોલીસે આ કેસમાં ગુરુજી વસાવા જે ડેડીયાપાડાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમની અને નવીન ચૌધરી જે માંડવીના લુહારવાડનો રહેવાસી અને વ્યવસાયે શિક્ષક છે. બંનેને ઝડપી પડ્યા છે.
આ અગાઉ પોલીસે ડો. અંકિત ચૌધરી અને તેના પિતા આચાર્ય રામજી ચૌધરી (જેઓ પાસ્ટર તરીકે કામ કરતા હતા) ની ધરપકડ કરી હતી.
કેવી રીતે ચાલતું હતું રેકેટ?
આ રેકેટમાં સામેલ લોકો "ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરીટેબલ ટ્રસ્ટ" ના નામે પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તેમની કાર્યપદ્ધતિ અત્યંત સુવ્યવસ્થિત હતી. તેઓ આદિવાસી સમાજના ગરીબ, અભણ અને ખાસ કરીને બીમાર લોકોને નિશાન બનાવતા હતા. જ્યારે કોઈ બીમાર પડે, ત્યારે પાસ્ટરો તેમને ડો. અંકિત પાસે મોકલતા. જો દર્દીને દવાથી રાહત થાય, તો તેને મેડિકલ સાયન્સને બદલે "ઈસુનો ચમત્કાર" ગણાવી પરિવારનું બ્રેઈનવોશ કરવામાં આવતું હતું.
લગ્નની લાલચ અથવા ચમત્કારના નામે દબાણ કરી તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા મજબૂર કરાતા.
પોલીસ તપાસ અને આગામી કાર્યવાહી
માંડવી ડિવિઝનના ડીવાયએસપી બી. કે. વનાર ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓ પકડાયા છે.
3 આરોપીઓ પોતે આદિવાસી હોવા છતાં પોતાના જ સમાજના ગરીબ અને અભણ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને ધર્માંતરણ તરફ ધકેલતા હતા.ટ્રસ્ટના નામે સેવાકીય પ્રવૃત્તિઓ બતાવીને અંદરખાને ધર્મ પરિવર્તનનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હતું. પોલીસે અત્યાર સુધી આ મામલે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.આ રેકેટ દ્વારા અત્યાર સુધીમાં કેટલા લોકોના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યા છે. ટ્રસ્ટને મળતું ફંડિંગ ક્યાંથી આવતું હતું અને તેનો ઉપયોગ કઈ રીતે થતો હતો. એ બાબતે વધુ તપાસ શરૂ કરાઇ છે.








