મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: ફરી પોલીસ દળ વિવાદમાં, દુકાનદાર સાથે ગેરવર્તન કરતા કર્મચારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ગુજરાત પોલીસ ઘણીવાર દાદાગીરી કરવાના મામલે વિવાદ

તસવીર: GSTV

ગુજરાત પોલીસ ઘણીવાર દાદાગીરી કરવાના મામલે વિવાદમાં આવે છે. આનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ વખતે સુરત શહેરમાં વધુ એક વખત પોલીસે દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન એક દુકાનદાર સાથે ગેરવર્તન કરતા પોલીસ કર્મચારી નજરે પડ્યા હતા. રાત્રિના સમયે દુકાનદાર સાથે રકઝક કરતા પોલીસ કર્મચારી આ વીડિયોમાં જોવા મળે છે. નોંધનીય છે કે, સુરત શહેરના પોષ વિસ્તાર ઉમરાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. તેથી ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો