મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ કિસાન સૂર્યોદય યોજના: દક્ષિણ ગુજરાતના 2.54 લાખ ખેડૂતોના ખેતરમાં હવે દિવસે મળશે વીજળી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો હવે જમીની સ્તરે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો હવે જમીની સ્તરે રંગ લાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના અંદાજે 2.54 લાખથી વધુ ખેડૂતો માટે 'કિસાન સૂર્યોદય યોજના' આશીર્વાદરૂપ સાબિત થઈ છે. હવે આ ખેડૂતોને ખેતી માટે દિવસ દરમિયાન અવિરત વીજળી મળતા કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાઈ છે.

807 ફીડરો યોજનામાં આવરી લેવાયા

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) હેઠળના તમામ 807 ખેતીવાડી ફીડરોને હવે આ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા છે. 4 ફેબ્રુઆરી 2024 થી અમલી બનેલા આ નિર્ણયને કારણે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના લાખો ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. અગાઉ ખેડૂતોએ રાત્રિના સમયે સિંચાઈ માટે ખેતરે જવું પડતું હતું, જે હવે ભૂતકાળ બની ગયું છે.

MVCC થી મળી વીજ વિક્ષેપમાં રાહત

ખેતીવાડીના વીજ ફીડરો મોટાભાગે જંગલ અને ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારોમાંથી પસાર થતા હોવાથી વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા રહેતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે DGVCL દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી MVCC (Medium Voltage Covered Conductor) એટલે કે ખુલ્લા તારને બદલે સુરક્ષિત કવર્ડ વાયર નાખવાની કામગીરી કરવામાં આવી છે. આ માળખાગત સુધારાને કારણે ખેડૂતોને હવે ગુણવત્તાસભર અને ફોલ્ટ-રહિત વીજળી મળી રહી છે.

ખેડૂતોને શું ફાયદો થયો?

  • રાત્રિના સમયે ખેતરમાં જંગલી જનાવરો, સાપ કે વીંછી કરડવાનો ભય દૂર થયો છે.
  • રાત્રિના ઉજાગરા બંધ થતા ખેડૂતોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.
  • સૂર્યપ્રકાશના કલાકો દરમિયાન યોગ્ય સમયે સિંચાઈ શક્ય બનતા પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થયો છે.
  • અવિરત વીજળી અને વધુ ઉત્પાદનથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે.

આ સમાચાર શેર કરો