Surat news: મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયા, આ કામ બદલ માંગ્યા હતા પૈસા
સુરત શહેરના વધુ એક અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ઉધના મામલતદાર કચેરીના સર્ક

સુરત શહેરના વધુ એક અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદીના અસીલની પ્લોટ જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી.
ACBની ટીમે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી લીધો
સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને ૧૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના અસીલની પ્લોટ જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી. ACBની ટીમે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી લીધો છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ACBએ આકરી કાર્યવાહી કરી છે.




