Video/ Suratના સણીયા હેમાદ ગામમાં ઉદ્યોગકારોમાં આક્રોશ: મનપાના અધિકારીઓ સામે ખોટી હેરાનગતિનો આરોપ
સુરત શહેરના સણીયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ મહાનગરપા
સુરત શહેરના સણીયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે મનપાના અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે અને તેમના બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખોટી રીતે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીને ટાર્ગેટ કરવાનો આક્ષેપ
સણીયા હેમાદ ગામમાં હાલમાં 500 થી વધારે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે. ખાતાધારકોનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે આ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને જ ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અધિકારીઓ થોડા થોડા દિવસે આવે છે અને મિલકતો સીલ કરી દે છે, જેના કારણે ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે.
નાના યુનિટ પર તવાઈ
સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સણીયા હેમાદ ગામમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું, ત્યારે જે તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કે તપાસ કરી નહોતી. હવે જ્યારે નાના નાના એમ્બ્રોડરીના યુનિટ ધારકોએ પોતાના એકમો શરૂ કર્યા છે, ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે. અમારી પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને અમે કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ કરી રહ્યા છીએ, તેમ છતાં અધિકારીઓ કેમ ઉદ્યોગકારોને પરેશાન કરે છે તે સમજાતું નથી.
ઉદ્યોગકારો દ્વારા મનપાના અધિકારીઓના આ વલણ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને યોગ્ય તપાસ કરીને હેરાનગતિ બંધ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે







