Surat news: કડોદરા સ્વામિનારાયણ વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત મામલો, પોલીસ તપાસમાં થયો નવો ખુલાસો
ગુજરાતના સુરત જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કોલેજ સંકુલમાં આવેલી હોસ્ટેલના

ગુજરાતના સુરત જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. કોલેજ સંકુલમાં આવેલી હોસ્ટેલના રૂમમાં જ વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતક વિદ્યાર્થીનીની ઓળખ જીગીશા ગાયકવાડ તરીકે થઈ છે, જે મૂળ વાંસદા તાલુકાની રહેવાસી હતી અને અહીં રહીને અભ્યાસ કરતી હતી. પોતાનાજ રૂમ માં નાયલોન દોરી વડે જીવન ટૂંકાવ્યું હતું.
સંકુલમાં નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી
ઘટના બાબતે કોલેજ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.પરિવાર પણ વાંસદા થી કડોદરા આવ્યું હતું. જ્યાં માતા પિતા આક્રંદ કરતા નજરે પડ્યાં હતાં. વિદ્યાર્થિની મૂળ નવસારીના વાંસદા ગામની રહેવાસી છે અને સંકુલમાં નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી
અન્ય વિદ્યાર્થીની મૃતક યુવતી પર સતત અન્ય યુવક સાથે વાત કરવા માટે દબાણ કરતી
પ્રાથમિક નિવેદનો અનુસાર જીગીશાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની સતત તેના પર કોઈ અન્ય યુવક સાથે વાત કરવા માટે દબાણ કરતી હતી, અને વાત નહીં કરે તો એ યુવક આત્મહત્યા કરી લેવાનું જણાવ્યું હતું. જે બાબતે અગાઉ જીગીશાએ તેના પરિવાર, ખાસ કરીને માતા સાથે આ સમગ્ર બાબત વિશે વાત કરી હતી.






