Video:સુરત ફૂડ વિભાગની મોટી કવાયત, 5 દિવસમાં 797 KG ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો સીઝ, 86 દુકાનદારોને નોટિસ
સુરત: સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય સામગ
સુરત: સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવા માટે સઘન ઝુંબેશ શરૂ કરી છે. વિભાગે માત્ર 5 દિવસના ગાળામાં મોટા પાયે કાર્યવાહી કરીને ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે.
પનીર, ચીઝ અને ઘીમાં સૌથી વધુ મિલાવટ
ફૂડ વિભાગના અધિકારી ડી. આર. બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ કવાયત દરમિયાન મુખ્યત્વે પનીર, ચીઝ, ઘી અને મરી-મસાલા જેવી સામગ્રીમાં થતી ભેળસેળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
5 દિવસમાં 41 સ્થળો પર તપાસ કરીને 28 નમૂના લેવામાં આવ્યા હતા અને કુલ 797 કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. દુકાનોમાં પનીર, ચીઝ એનાલોગ, અને ઘી જેવી દૂધની બનાવટોમાં મિલાવટ વધુ જોવા મળી હતી. શહેરમાંથી લારી-રેસ્ટોરાંમાંથી 120 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
86 દુકાનદારોને નોટિસ
આ કાર્યવાહી દરમિયાન પાલિકાએ માત્ર ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જ નહીં, પરંતુ સ્વચ્છતા પર પણ ભાર મૂક્યો હતો. ખાણીપીણીની દુકાનોના કારીગરોની મેડિકલ અને શારીરિક સ્વચ્છતાની ચકાસણી પણ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અલગ અલગ ઝોનમાં 86 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી હતી અને પાલિકા દ્વારા ₹ 1 લાખ 31 હજાર જેટલા દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી.







