મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ પાંડેસરામાં બાંધકામ સાઇટ પર યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, ગળાના ભાગે કટર મશીનથી કાપાના નિશાન 

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ વિસ્તારની એક બાંધકામ સાઇટ પરથી એક યુવકનો મૃતદેહ શ

Surat/ પાંડેસરામાં બાંધકામ સાઇટ પર યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, ગળાના ભાગે કટર મશીનથી કાપાના નિશાન 

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ વિસ્તારની એક બાંધકામ સાઇટ પરથી એક યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. યુવકના ગળાના ભાગે કટર મશીનથી કાપો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતક યુવકની ઓળખ લિંબાયતના દત્તાત્રેય નગર વિસ્તારમાં રહેતા 19  વર્ષીય રાહુલ રાજેન્દ્ર મગરે તરીકે થઈ છે. રાહુલ માર્કેટમાં કામ કરતો હતો અને રોકડીના કામ માટે તેના મામા સાથે આવિર્ભાવ વિસ્તારમાં આવ્યો હતો. તેનો મૃતદેહ બાંધકામ સાઇટ પરથી મળી આવ્યો છે.  મૃતદેહ પરના નિશાનને કારણે પોલીસે આ ઘટના હત્યા છે કે આત્મહત્યા, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આ ઘટનાનું સાચું કારણ PM રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અકસ્માત કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો