Video: Suratના રસ્તાઓના છાશવારે તૂટવાની ફરિયાદ CM સુધી પહોંચી, ગાંધીનગરની ટીમ હવે કરશે તપાસ
સુરત શહેરના રસ્તાઓ છાશવારે તૂટી જવાની ગંભીર સમસ્યા અંગેની ફરિયાદ છે
સુરત શહેરના રસ્તાઓ છાશવારે તૂટી જવાની ગંભીર સમસ્યા અંગેની ફરિયાદ છેક મુખ્યમંત્રી (CM) સુધી પહોંચતા ગાંધીનગરથી એક ઉચ્ચ સ્તરીય ટીમ તપાસ માટે સુરત આવી પહોંચી છે. આ ઘટનાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ટેકનિકલ તપાસ
CM દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓને રસ્તાઓના તાત્કાલિક રિપેરિંગ અંગે કડક સૂચના પણ આપવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગરથી આવેલી ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી તૂટેલા રસ્તાઓના 17 સેમ્પલ લીધા છે.
આ ટીમ દ્વારા ટેન્ડરની શરતો અને જોગવાઈઓ મુજબ કામગીરી થઈ છે કે કેમ, તેમજ તૂટેલા રસ્તાઓ અંગે પાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે.
કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મીલીભગતનો આક્ષેપ
શહેરીજનો દ્વારા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતથી રસ્તાઓ તૂટતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.








