મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surendranagarમાં વિદ્યાર્થી ભરેલી બસ પર વીજ થાંભલો તૂટી પડ્યો, મોટી દુર્ઘટના ટળી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના સતવારાપરા વિસ્તારમાં ગંભીર દુર્

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના સતવારાપરા વિસ્તારમાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પર હાઈટેન્શન વીજ લાઈનનો થાંભલો તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, બસમાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા ત્યારે અચાનક વીજતાર અને થાંભલો બસ પર તૂટી પડ્યો. એક સાથે ત્રણ જેટલા વીજપોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ઘટના બાદ તાત્કાલિક વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને બાદમાં અન્ય વાહનમાં શાળાએ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. રસ્તા પર ખુલ્લા વીજ તાર હોવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ PGVCL વિભાગની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ લાંબા સમય સુધી અધિકારીઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે.

હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી ચાલુ છે.

     

આ સમાચાર શેર કરો