મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર હુમલાનો પ્રયાસ, વર્ગ-3ના કર્મચારીની દાદાગીરી સામે રોષ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો સામે આવ

Surendranagar જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર હુમલાનો પ્રયાસ, વર્ગ-3ના કર્મચારીની દાદાગીરી સામે રોષ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો સામે આવ્યો છે. વર્ગ-3ના કર્મચારીએ કારોબારી ચેરમેનની ઓફિસ નજીક હુમલો કરવા પહોંચી ગયો હતો. વિકાસના કામોની ફાઈલો લાંચ લેવા માટે દબાવી રાખવામાં આવી રહી હોવાની ફરિયાદ કારોબારી ચેરમેન દ્વારા કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જ્યારે વિકાસના કામોની ફાઈલ પાસ કરાવવા માટે કર્મચારી દ્વારા 50 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનું રજૂઆતમાં સામે આવતા મામલો ઉગ્ર બન્યો હોવાનું કારોબારી ચેરમેન જસુભા સોલંકીએ જણાવ્યું છે.

આ સમગ્ર ઘટનાને પગલે કારોબારી ચેરમેન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્ર નગરમાં વિકાસના કામોમાં રૂપિયા લેતીદેતી અને કર્મચારીની દાદાગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો