Surendranagar news: દસાડા PIની બદલી કરાઈ, દારૂ મામલે સ્થાનિકો સાથે થયું હતું ઘર્ષણ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠાકોર સમાજના નેતાઓને માંગને લઈ અંતે દસાડા પી.આઈની બદલી કરવામાં આવી છે. ઠાક

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠાકોર સમાજના નેતાઓને માંગને લઈ અંતે દસાડા પી.આઈની બદલી કરવામાં આવી છે. ઠાકોર સમાજની બંધારણસભામાં દસાડા પીઆઇની બદલીની માંગ કરવામાં આવી હતી. જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અંતે દસાડા પી.આઈ વાય.યુ.ઉપાધ્યાયની બદલી કરી છે.
સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા પીઆઇની બદલીની માંગ જાહેર મંચ ઉપરથી કરાઈ હતી, જે માંગ સ્વીકારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાલેવડા ખાતે દારૂ પીધેલાને છોડાવી જવા મુદ્દે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે ફરજ રૂકાવટની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.




