મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચાલુ બસે ચાલકને આવ્યા ચક્કર, મંડલીકપુર પાસે બસ પલટી, 17 મુસાફરો ઇજાગ્રસ્ત 

જેતપુર-ઢાંક રૂટ પર જતી એક બસને મંડલીકપુર નજીક ગંભીર અકસ્માત નડ્

જેતપુર-ઢાંક રૂટ પર જતી એક બસને મંડલીકપુર નજીક ગંભીર અકસ્માત નડ્યો છે. બસ ચાલકને ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન અચાનક ચક્કર આવી જતાં તેણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ડ્રાઇવરને ચક્કર આવતાં અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, જેતપુર ઢાંક રૂટની આ બસ મંડલીકપુર ગામ પાસે આવેલ એક રિસોર્ટ નજીકથી પસાર થઈ રહી હતી. તે સમયે બસના ચાલકને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા. ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે તે પહેલાં જ બસ અનિયંત્રિત બની અને અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત સમયે બસમાં 17 થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્તોને ધોરાજી અને જૂનાગઢ રિફર

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર અને ધોરાજીની 108  એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ થવાના કારણે, તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં સવાર મુસાફરોએ આ ઘટના અંગેની માહિતી આપી હતી. પોલીસે આ અકસ્માતની નોંધ લઈને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો