મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Bharuchમાં ONGC ના ડ્રિલિંગ કામે જતા મજૂરોની બોટ પલટી, 50 થી 60 લોકો સવાર હતા

ભરુચ જિલ્લાના જંબુસર તાલુકામાં આજે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. જંબુસરન

ભરુચ જિલ્લાના જંબુસર તાલુકામાં આજે સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. જંબુસરના આસરસા ગામેથી ONGC ના ડ્રિલિંગના કામે જઈ રહેલા મજૂરોને લઈ જતી એક બોટ અચાનક પલટી મારી જતાં મોટો હંગામો મચી ગયો હતો.

50 થી 60 મજૂરો હતા સવાર

પ્રાથમિક માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત બોટમાં આશરે 50 થી 60 જેટલા મજૂરો સવાર હતા. આ મજૂરો આસરસાથી ગાંધાર-મુલેર તરફના કાંઠે ડ્રિલિંગના કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન, કોઈ અગમ્ય કારણોસર બોટ પલટી ગઈ હતી.

બોટ જંબુસર તાલુકાના  આસરસા ગામ નજીક પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હોવાનું સમે આવ્યું છે. જ્યારે બોટ પલટી જવાના વિઝ્યુઅલ પણ વાયરલ થયા છે. બોટ પલટી જવાની આ ઘટનામાં કેટલાક મજૂરો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જ્યારે મળતી માહિતી મુજબ, એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

આ દુર્ઘટનાના લાઈવ વિઝ્યુઅલ (Visuals) સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાની ગંભીરતા બહાર આવી છે. આ વિઝ્યુઅલ્સ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની વધુ વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બોટ પલટવાનું ચોક્કસ કારણ શું હતું અને અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

આ સમાચાર શેર કરો