Bharuch: ખેડૂતોનો ઉગ્ર વિરોધ, NCTL કંપનીની પ્રદૂષિત પાણીની લાઇનનું કામ અટકાવ્યું
ભરૂચના હાંસોટમાં ખેતરમાંથી પ્રદૂષિત પાણીની પાઈપ લાઈન માટે ખોદકામની કામગીરીને ખેડૂત
ભરૂચના હાંસોટમાં ખેતરમાંથી પ્રદૂષિત પાણીની પાઈપ લાઈન માટે ખોદકામની કામગીરીને ખેડૂતોએ પોલીસની હાજરીમા અટકાવી હતી. અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની દ્વારા પ્રદૂષિત પાણીના નિકાલ માટે પોલીસને સાથે રાખી ખેતરમાંથી નવી પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી..જોકે તે માટે ખેડૂતો પાસેથી કોઈ પરમિશન લેવામાં આવી ન હાવાને લઈને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.અને ખેતરમાં ખોદકામની કામગીરી અટકાવી હતી. કંપનીના સી.ઈ.ઓ.ઉમેશ ચૌહાણે દાવો કર્યો છે કે, આ પાઇપ લાઈન નાંખવા માટે પ્રાંત અધિકારીની સહમતી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો.તેઓએ એવુ પણ ઉમેર્યું હતુ કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા નહોતા. આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો.




