Bharuch news: બોટ પલટી જતાં શ્રમિકો ઊંડા પાણીમાં ગરક, એકનું મોત નીપજ્યું, લાપતાને શોધવા તંત્રની તજવીજ
જંબુસરના આસરસા ગામે બોટ પલટી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. બોટમાં આશરે 50 થી 60 મજૂરો સવાર હત

જંબુસરના આસરસા ગામે બોટ પલટી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. બોટમાં આશરે 50 થી 60 મજૂરો સવાર હતા, જો કે મોટાભાગના શ્રમિકોને બચાવી લેવાયા છે.
બોટમાં આશરે 50 થી 60 મજૂરો સવાર હતા
જંબુસર તાલુકાના આસરસા ગામેથી ONGC ના ડ્રિલિંગ કામે જતાં મજૂરોને લઈ જતી બોટ આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ બોટમાં આશરે 50 થી 60 મજૂરો સવાર હતા, જે બધા આસરસાથી ગાંધાર–મુલેર તરફના કાંઠે કામે જતા હતા. બોટ પલટી જતાં મજૂરો પાણીમાં ખાબક્યા હતા. રેસ્ક્યૂ કામગીરી હાથ ધરતા પહેલા રોહિત ગણપતિ મકવાણા નામના મજૂરની મૃત્યુ થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે નરેશ રાઠોડ લાપતા હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના શ્રમિકોને બચાવી લેવાયા છે.






