મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Navsari માં પ્રાર્થના સભાના નામે ધર્મ પરિવર્તનનો પ્રયાસ, 120 પરિવારોએ ધર્મ બદલ્યાનો દાવો

નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વાંસદા તાલુકામાં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તનની

નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વાંસદા તાલુકામાં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો દાવો હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાંસદાના લીમઝર ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 4 થી 5 વર્ષમાં 120 પરિવારોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનો દાવો થઈ રહ્યો છે.

પ્રાર્થના સભાના નામે ધર્મ પરિવર્તનનો પ્રયાસ

તાજેતરમાં, બે દિવસ અગાઉ લીમઝર ગામમાં પ્રાર્થના સભાના નામે ચાલી રહેલા ધર્મ પરિવર્તનના કાર્યક્રમમાં હિંદુ સંગઠન અગ્નિવીર સંસ્થાએ વાંસદા પોલીસ સાથે મળીને છાપો માર્યો હતો.  આ પ્રાર્થના સભામાં 150 થી વધુ લોકોને એકઠા કરીને તેમના હાથમાં બાઇબલ આપીને પ્રાર્થના કરાવવામાં આવી રહી હતી. હિંદુ સંગઠનોએ આ પ્રવૃત્તિને વટાળ પ્રવૃત્તિ ગણાવીને અટકાવી દીધી હતી.

 હિંદુ સંગઠનોમાં ચિંતા

પ્રાર્થનાના નામે ચાલતી આ વટાળ પ્રવૃત્તિ સામે હિંદુ સંગઠનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમની લાગણી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક આવી પ્રાર્થના સભાઓને રોકીને આદિવાસી પટ્ટામાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓને અટકાવે.

આ સમાચાર શેર કરો