Navsari News: બીલીમોરા શહેરમાં ધરાશાયી થઈ કોમ્પલેક્ષની ગેલેરી, સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક ઘટના સામે આવી છે. જેમાં શ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલી શક્તિ કોમ્પલેક્ષની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ હતી.
દરમિયાન ગેલેરી તૂટી કોમ્પલેક્ષની નીચે આવેલા ટી સ્ટોલના શેડ ઉપર પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તેના દ્રશ્યો સામે આવ્યા છે. જો કે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીલીમોરા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા, તેમણે કાટમાળ ઉતારવાની કાર્યવાહી કરી હતી.



