મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: આ ડોક્યુમેન્ટથી કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 10 લાખ રૂપિયા સુધીની મળશે મફત સારવાર

વડાપ્રધાન દ્વારા સિનીયર સિટિઝન માટે શરૂ કરવામાં આવેલી વય વંદના યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિ

અમદાવાદ: આ ડોક્યુમેન્ટથી કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 10 લાખ રૂપિયા સુધીની મળશે મફત સારવાર

વડાપ્રધાન દ્વારા સિનીયર સિટિઝન માટે શરૂ કરવામાં આવેલી વય વંદના યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોર્પોરેશન સંચાલિત 85 જેટલા અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનીટી હેલ્થ સેન્ટર પરથી આ કાર્ડ કાઢી આપવામાં આવશે.  આ કાર્ડ ધારકો 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વય વંદના યોજનામાં આવક મર્યાદા નથી, ત્યારે શહેરમાં 85 અર્બન હેલ્થ સેન્ટર પર વય વંદના કાર્ડ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો આ યોજનાનો લાભ લઈને મફત સારવાર મેળવી શકે છે. આધાર કાર્ડના વેરિફિકેશન બાદ આ કાર્ડને ઈસ્યુ કરી શકાશે. 

આ પણ વાંચો: અમદાવાદમાં લાગુ થશે સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસી, ફૂડ સ્ટોલવાળા અને ફેરિયાઓ ગમે ત્યાં નહીં કરી શકે વેપાર

 

6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે

વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં ઉપયોગી જણાતી આ યોજનાને આયુષ્માન વય વંદના કાર્ડ કેહવાય છે. મળતી માહિતી પ્રમાણે, 4.5 પરિવારો, 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. 

આ સમાચાર શેર કરો