અમદાવાદ-દિલ્હી ટ્રેનમાં 9 કલાકમાં પહોંચી જવાશે, દિવાળી પહેલા શરૂ થશે વંદે ભારત સ્લીપર ટ્રેન
અમદાવાદ-દિલ્હી વચ્ચે દિવાળી અગાઉ જ વંદે ભારત સ્લિપર ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે. અમદાવાદ-દિલ્હ

અમદાવાદ-દિલ્હી વચ્ચે દિવાળી અગાઉ જ વંદે ભારત સ્લિપર ટ્રેન શરૂ થાય તેવી સંભાવના છે. અમદાવાદ-દિલ્હી વચ્ચે 986 કિલોમીટર કાપવામાં સામાન્ય ટ્રેન 14 કલાકનો સમય લે છે પરંતુ વંદે ભારત સ્લીપર ટ્રેન 9 કલાકમાં જ પહોંચાડી દેશે.
વંદે ભારત સ્લીપર ટ્રેન અમદાવાદથી દિલ્હી માત્ર 9 કલાકમાં પહોંચાડશે
મળતી માહિતી અનુસાર, નવી દિલ્હી-પટના, નવી દિલ્હી-અમદાવાદ અને નવી દિલ્હી-ભોપાલ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
દેશમાં હાલ 150 જેટલી ચેરકાર વંદે ભારત ટ્રેન દોડી રહી છે. રાતની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે સ્લીપર ટ્રેનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનની સરેરાશ ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ટ્રેનનું ભાડું રાજધાની કરતાં વધુ રહે તેવી સંભાવના છે. 16 પેસેન્જર કોચમાં 11 એસી થ્રી ટિયર કોચ, 4 એસી સેકન્ડ ટિયર અને એક એસી ફર્સ્ટ ક્લાસ કોચ હશે. વિમાનની જેમ ચાર્જિંગ, રીડિંગ લાઇટ,ડિસ્પ્લે પેનલ સહિતની સુવિધાથી સજ્જ કરાશે.








