Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Valsad/ Shocking report of BLO; 70,000 voters missing from voter list in Umargam

Valsad/ BLO નો ચોંકાવનારો રિપોર્ટ; ઉમરગામમાં 70,000 મતદારો મતદાર યાદીમાંથી ગાયબ 

Timeછેલ્લું અપડેટ : 15 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Valsad/ BLO નો ચોંકાવનારો રિપોર્ટ; ઉમરગામમાં 70,000 મતદારો મતદાર યાદીમાંથી ગાયબ 
સોર્સ : gstv

વલસાડ જિલ્લાની ઉમરગામ (182) વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં હાથ ધરાયેલી SIRની કામગીરીમાં એક મોટો અને ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા ડોર-ટુ-ડોર ચકાસણી કરીને રિપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે, જેમાં લગભગ સિત્તેર હજાર (70,000) જેટલા મતદારો મળી આવ્યા નથી.

App Store

કુલ વસ્તીની સામે મોટો ગાયબ આંકડો

ઉમરગામ (182) વિધાનસભા બેઠકની કુલ વસ્તી આશરે બે લાખ સત્તાણું હજાર (2,97,000) જેટલી છે. તેની સામે 70,000 મતદારો મતદાર યાદીમાં મળી ન આવતા આંકડો ચર્ચાનો વિષય બન્યો છે. આ મોટા ઘટાડા પાછળશું કારણો હોય શકે?

સામન્ય રીતે ત્યાં કોઈ મતદારનું મરણ થયું હોય, અથવા એક જ વ્યક્તિના ડબલ નામો નોંધાયેલા હોય કે પછી કામ કે અન્ય કારણોસર મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું હોય, જેવા કારણો હોઇ શકે છે. 

ફેબ્રુઆરીમાં ફાઇનલ યાદી

મતદાર યાદીમાં ફેરફાર કરવાની હવે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી સમયમાં આ ગાયબ મતદારો માટે એક મહિનાનો નોટિસ પિરિયડ શરૂ કરવામાં આવશે, જેમાં કોઈ પણ ફેરફાર કે વાંધા-સૂચનો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે મતદાર યાદીની અંતિમ (ફાઇનલ) પ્રસિદ્ધિ ફેબ્રુઆરી મહિનામાં થવાની છે. ત્યાં સુધી આ આંકડાઓમાં ફેરફાર થવાની શક્યતા છે, પરંતુ હાલમાં 70,000 જેટલા મતદારો મળી ન આવતા વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

 

ટોપિક્સ:bloumargamvalsadvoters missingsir