Valsad News: બ્રિજના સ્ટ્રક્ચર તૂટવાની ઘટનામાં કલેક્ટરની કાર્યવાહી, તપાસ કમિટી બની
સોર્સ : gstv
વલસાડના કલેક્ટર ભવ્ય વર્મા એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે બ્રિજના સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે.
નોંધનીય છે કે, 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે. સમગ્ર મામલે તપાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરાઈ છે. જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કલેકટરે બાંહેધરી આપી છે કે, તપાસ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તો બીજી તરફ બ્રિજ તૂટવાની ઘટનામાં કોન્ટ્રાક્ટરનું ભેદી મોન જોવા મળ્યું છે. કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, તમામ સેફટીના નિયમોનું પાલન કરાયું છે. લોકોના આક્ષેપ પર કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, તમામ લોકોના ઇન્સ્યોરન્સ છે અને બ્રિજનો પણ ઇન્સ્યોરન્સ છે. અહીં 5 લોકો કામ કરતા હતા.

