VIDEO: Valsadના ઉમરગામમાં તુંબ વાંકસ નજીક આગનો બનાવ, 10 કીમી દૂરથી દેખાયા ધુમાડાના ગોટા
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ વાંકસ પાસે આગ લાગવાની મોટી ઘટના બની છે. તંબુ વાંકસ નજીક લાગેલી ભીષણ આ
વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ વાંકસ પાસે આગ લાગવાની મોટી ઘટના બની છે. તંબુ વાંકસ નજીક લાગેલી ભીષણ આગના ધુમાડાના ગોટા 10 કીમી દૂરથી જોવા મળ્યા હતા. ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે.
મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ વાંકસ પાસે આવેલી લુક્રો પ્લાસ્ટિકમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરની અન્ય ટીમોને નજીકના સ્થળેથી બોલાવવામા આવી છે.
આગ એટલી ભયાનક છે કે, આગનો ધુમાડો દસ કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યો છે, સમાચાર લખાય છે ત્યારે આગ બેકાબૂ બની છે. પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે હાજર છે.



