Video/ Valsadના ઉમરગામ નજીક ભીષણ આગ, 10 KM દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજે વનકાસ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજે વનકાસ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા લગભગ 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમોને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયરની ટીમો ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ચૂકી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ ફાયર વિભાગની કામગીરી બાદ જ લગાવી શકાશે. આગને ઝડપથી નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.





