મુખ્ય સામગ્રી પર જાઓ

કપરાડા વિસ્તારમાં પ્રસૂતા માટે 108 બની આશિર્વાદરૂપ, એમ્બ્યુલન્સમાં જ 20 વર્ષીય સગર્ભાની કરાવાઈ પ્રસૂતિ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના તેરી ચીખલી ગામમાં એક સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કર

કપરાડા વિસ્તારમાં પ્રસૂતા માટે 108 બની આશિર્વાદરૂપ, એમ્બ્યુલન્સમાં જ 20 વર્ષીય સગર્ભાની કરાવાઈ પ્રસૂતિ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના તેરી ચીખલી ગામમાં એક સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી. 20 વર્ષીય મહિલાને 21 માર્ચની મધરાતે પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક સુથારપાડા 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. જેથી મહિલાને હોસ્પિટલ લઈ જવાય તો મોડું થાય તેમ હોવાથી રસ્તામાં સ્થળ પર જ પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ બન્નેને હોસ્પિટલ લઈ જવાયા હતાં.

રાત્રે 1 વાગ્યે પ્રસૂતિ

EMT કલ્પેશભાઈ ભાવર અને પાયલોટ જગનભાઈ દળવી રાત્રે 00:01 વાગ્યે ઘટના સ્થળે પહોંચ્યા. રસ્તામાં દર્દીને વધુ પ્રસૂતિ પીડા થતાં, ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ફિઝિશિયન ડૉ. મહેશ સરના માર્ગદર્શન હેઠળ રાત્રે 01:35 વાગ્યે સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી. માતા અને બાળક બંને સ્વસ્થ છે. 

નવજાત-માતાને બચાવાયા

નવજાત અને માતાને વધુ સારવાર માટે તેમને કપરાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનો અને ગ્રામજનોએ 108ની ટીમનો આભાર માન્યો છે. ટીમની ત્વરિત કાર્યવાહી અને કુશળતાથી માતા અને નવજાત શિશુનો જીવ બચી શક્યો છે. આ ઘટના અંતરિયાળ વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ સેવાની અગત્યતા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો