VIDEO: ગીરગઢડામાં રસ્તા પર સિંહ લટાર મારવા આવી ચડતા 108ને થંભી જવું પડ્યું
સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરો અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. એવામાં ગીર
સૌરાષ્ટ્ર પંથકમાં જંગલી જાનવરો અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે. એવામાં ગીર સોમનાથમાં સિંહ મુખ્ય રસ્તા પર આવી ચડ્યો હતો. ગીરગઢડાના જામવાળા રોડ પર સિંહ લટાર મારવા નિકળ્યો હતો જેના દ્રશ્યો સામે આવ્યા છે. સિંહ રસ્તા પર લટાર મારવા આવી ચડતા ત્યાંથી પસાર થઈ રહેલી ૧૦૮ના પૈડાંને થંભી જવું પડ્યુ હતું. ૧૦૮ ઈમરજન્સી કોલ પર જઈ રહી હતી તે દરમિયાન સિંહ મુખ્ય રોડ પર આવી ગયો હતો. આ વિસ્તારમાં અવાર નવાર મુખ્ય રોડ પર સિંહો આવી ચડતાં હોય છે. ફરી એક વખત સિંહ રસ્તા પર આવી ચડતા તેનો વીડિયો વાઈરલ થી રહ્યો છે.


