Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara News: The game started 'behind closed doors' even before the AGM of Baroda Cricket Association, the Maharaja of Vadodara may prove to be a kingmaker

Vadodara News: બરોડા ક્રિકેટ એસોસિએશનની AGM પહેલાં જ 'બંધ બારણે' ખેલ શરૂ, વડોદરાના મહારાજા સાબિત થઈ શકે કિંગમેકર

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Vadodara News: બરોડા ક્રિકેટ એસોસિએશનની AGM પહેલાં જ 'બંધ બારણે' ખેલ શરૂ, વડોદરાના મહારાજા સાબિત થઈ શકે કિંગમેકર
સોર્સ : GSTV

વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. BCAની AGM પહેલાં જ 'બંધ બારણે' ખેલ શરૂ થઈ ગયો હતો. આવી પરિસ્થિતિમાં શું ફરી જૂથબંધી તૂટશે તે એક સવાલ ઉભો થયો છે. સવાલ તો એ પણ છે કે શું રોયલ અને રિવાઇવલ: એકતા હવે નથી રહી. રિવાઇવલ જૂથના ડો. દર્શન બેંકર જૂથ દ્વારા ગત રાત્રે ડિનર ડિપ્લોમસી યોજાઈ તો આગાઉ રિવાઇવલ જૂથના પ્રણવ અમીન દ્વારા પણ યોજાઈ ચુકી છે ડિનર પાર્ટી. તો પછી બેંકર જૂથ અલગ કેમ થયું તે ચર્ચા નો વિષય બન્યો છે.

App Store

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના આંતરિક રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ વર્તાયા છે. આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) તોફાની બને તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. આગામી મંગળવાર, 11 નવેમ્બરના રોજ AGM યોજાવાની છે. AGMની સત્તાવાર જાહેરાત પહેલાં, BCAના સત્તાધારી અને વિરોધી જૂથોએ મેમ્બર્સને એકઠા કરવાની અને વ્યૂહરચના ઘડવાની પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે.

સમર્થકો સાથે મહત્ત્વની બેઠક યોજાઈ

ગતરોજ પ્રમુખ પ્રણવ અમીન એન્ડ કંપની દ્વારા સત્તા જાળવી રાખવા માટે પોતાના સમર્થકો સાથે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. તો દર્શન બેંકર એન્ડ કંપનીએ એક ખાનગી ક્લબના હોલમાં ગુપ્ત બેઠકનું આયોજન કર્યું હતું. બેન્કર જૂથની બેઠકના પગલે રાજકારણ ગરમાયું છે. હાલ રિવાઇવલ જૂથનો હાથ ઉપર હોવાની વાત સામે આવી છે.

મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ કયા જૂથને ટેકો આપશે?

આ 'બંધ બારણે' થયેલી બેઠકમાં સત્તાધારી જૂથની નીતિઓ સામે વિરોધનો સૂર ઊઠે અને AGMમાં ગરમાવો આવે તેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. હવે વડોદરાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ કયા જૂથને ટેકો આપે છે, તેનું મહત્વ વધી ગયું છે. આ મામલે વડોદરાના કિંગ સમરજીત સિંહ ગાયકવાડ હવે કિંગમેકર થાય તો નવાઈ નથી.

બરોડા ક્રિકેટ એસોસિએશનની થઈ ટીકા

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરામાં નવા બંધાયેલા અધ્યતન કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં વગર વરસાદે ચાર દિવસની રણજી ટ્રોફી મેચ એક પણ બોલ રમાયા વગર રદ્દ કરવામાં આવી હતી. જેમાં બરોડા વિરૂધ્ધ ઉતરપ્રદેશની ક્રિકેટ ટીમો વચ્ચેની મેચ વગર વરસાદે રમાઈ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 326 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના છેવાડે આવેલા વાઘોડિયાના કોટંબી ખાતે નવું સ્ટેડિયમ બંધાયું હતું. આ સ્ટેડિયમની બાજુમાં ક્રિકેટરો માટે ખાસ પ્રેક્ટિસ મેદાન બનાવ્યું હતું.

બે વર્ષ આગાઉ ભારે વિવાદો વચ્ચે અધ્યતન સુવિધાઓના દાવાઓ સાથે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. તેથી આ મેચ રદ્દ થવાને કારણે બરોડા ક્રિકેટ એસોસિએશનની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે તેની AGM પહેલાં રાજકારણ ગરમ થતા તેની ચર્ચાનો વિષય ઉગ્ર બન્યો છે.