મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા : જુનાગઢના સાધુના વાયરલ વીડિયો મામલે મોટો ખુલાસો, ભોગ બનનાર યુવતી નહીં, ટ્રાન્સઝેન્ડર

Junagadh sadhu viral video : જુનાગઢના ભગવાધારી-જટાધારી સાધુ ગોવિંદગીરીનો એક યુવતી સાથેનો રંગરેલીયા મ

વડોદરા : જુનાગઢના સાધુના વાયરલ વીડિયો મામલે મોટો ખુલાસો, ભોગ બનનાર યુવતી નહીં, ટ્રાન્સઝેન્ડર

Junagadh sadhu viral video : જુનાગઢના ભગવાધારી-જટાધારી સાધુ ગોવિંદગીરીનો એક યુવતી સાથેનો રંગરેલીયા મનાવતો વીડિયો વાયરલ થતા સંતસમાજને કાળું ટીલું લાગ્યું છે, આ બાબતે જુનાગઢના સંત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બીજી બાજુ વીડિયોમાં દેખાતી આ યુવતી ટ્રાન્સઝેન્ડર હોવાનું સામે આવ્યું છે. 

ભોગ બનનાર ટ્રાન્સઝેન્ડર, બળાત્કાર અને સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની નોંધાવશે ફરિયાદ

વાયરલ વીડિયોમાં સાધુ ગોવિંદગીરી સાથે  દેખાતી વ્યક્તિ હાલ છેલ્લા 10 વર્ષથી ટ્રાન્સજેન્ડર તરીકે જીવી રહી છે, તેના કહેવા પ્રમાણે ઝેન્ડર ચેન્જ કરાવ્યા બાદ તે એક મહિલા તરીકે જીવન જીવી રહી છે. 

આ ટ્રાન્સઝેન્ડર હિમાની પટેલ સાધુ ગોવિંદગીરી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેણે પોતાના વિષે અને ગોવિંદગીરી વિષે અનેક ખુલાસા કર્યા છે. 

ગોવિંદગીરીએ લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી 

ટ્રાન્સઝેન્ડરે આક્ષેપ કરતા જણાવ્યું, “ગોવિંદગીરીએ લગ્નની લાલચ આપી મારી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો છે.”  સાધુનો શિકાર બનેલી ટ્રાન્સઝેન્ડર હિમાની પટેલ અને ગોવિંદગીરી એક બીજાને હાર પહેરાવતા વિડિયો, ઉપરાંત બંને વચ્ચે કોઇ મતભેદ ન હતો તે સમયના વિડિયો બંનેએ પોતાના સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી ગઇ હતી. એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો છે.

સાધુનો શિકાર બનેલ ટ્રાન્સઝેન્ડર હિમાની પટેલે જણાવ્યું હતું કે, ગોવિંદગીરી મૂળ રાજસ્થાન બિકાનેરનો રહેવાસી છે. ગોવિંદગીરી તેની સાથે છથી સાત મહિના રોકાયો હતો. ત્યારે તેણે ભગવા કપડા ઉતારી દીધા હતા. છ સાત મહિના રોકાયા ત્યાં સુધી બન્ને રીલેશનશીપમાં હતો. તે બાદ ગોવિંદગીરીએ તેની પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. બાદ કોઇ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો છે. ટ્રાન્સઝેન્ડર હિમાનીએ તેનો  સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ ગોવિંદગીરીએ તેનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો છે. 

10 વર્ષ પહેલાં કરાવ્યું હતું લિંગ પરિવર્તન 

ટ્રાન્સઝેન્ડર હિમાની પટેલે જણાવ્યું, “10 વર્ષ પહેલાં મેં  લિંગ પરિવર્તન કરાવ્યું હતું. પરંતુ, હાલ આ બાબતે હું કંઈ કહેવા માંગતી નથી. હું બાપોદ પોલીસ મથકમાં મારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર ગોવિંદગીરી સામે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવવાની છું.”

આ સમાચાર શેર કરો