Video: જાહેરમાં ગંદકી ફેલાવનારા વેપારીઓ પર તવાઈ

વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોન દ્વારા રાત્રિ ચેકિંગ દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરીને બે દુકાનોને સીલ કરવામાં આવી છે. પથ્થરગેટ સાયકલ બજારમાં તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી, જ્યાં કચરો અને થર્મોકોલ જાહેરમાં ફેંકી સફાઈના નિયમોનો ભંગ કરતા દુકાનદારો સામે પગલાં ભરાયા હતા. આ કાર્યવાહી હેઠળ બે દુકાનો સીલ કરી દેવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી જાહેરમાં ગંદકી ફેલાવતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાની રાત્રિ ચેકિંગ ઝુંબેશ આગળ પણ યથાવત્ રાખવામાં આવી છે. આ ઝુંબેશ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સ્વચ્છતાના મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.
જાહેરાત















