Video: સુરેન્દ્રનગરમાં હાર્દિક સાંતલપરા હત્યા કેસના ૪ આરોપી ઝડપાયા, પોલીસે કાઢ્યું જાહેરમાં સરઘસ

સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ પાછળ હનુમાન મંદિર નજીક થયેલી હાર્દિક સાંતલપરાની ચકચારી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. પ્રેમ લગ્ન કરનાર યુગલને મદદ કરી હોવાની શંકા રાખીને યુવકને સમાધાનના બહાને બોલાવ્યો અને છરીના ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરવામાં આવી...પોલીસે ગુનામાં સંડોવાયેલા રવિ ઝિંઝુવાડીયા, રોહિત ઉર્ફે ભાણો કોરડીયા, પીન્ટુ ઉર્ફે બોદીઓ ગાદલીયા અને રણજીત ઝિંઝુવાડીયા નામના ચાર કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓને પોપટપરા સહિતના વિવિધ વિસ્તારોમાં દોરડા બાંધીને મહિલા પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.
જાહેરાત







