મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara News: મહાનગરપાલિકાની કામગીરીની ખૂલી પોલ, 12 કલાકમાં જ ઉખડ્યા નવા રોડના ડામરના પોપડા

ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ

ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં રસ્તા બન્યાના થોડા સમયમાં જ તેમાં કોઈ ખામી જોવા મળતી હોય છે. આ કિસ્સાઓમાં વધુ એક ઉમેરો થયો છે. વડોદરાના અટલાદરા રોડ પર મહાનગરપાલિકાની હલકી કક્ષાનો રોડ બનવવાની કામગીરીની પોલ ખૂલી છે. રોડ બન્યાના ગણતરીના સમયમાં જ અહીં ડામરના પોપડા ઉખડ્યા હતા.

નવો બનેલો રસ્તો 12 કલાક પણ ટકી ના શક્યો!

વડોદરા શહેરના અટલાદરા તળાવ પાસે નવા જ બનેલ રસ્તાની આ દુર્દશા તો જુઓ. મળતી માહિતી અનુસાર આ નવો બનેલો રસ્તો 12 કલાક પણ ટકી ના શક્યો.

રોડના પોપડા ઉખેડી, પાલિકાની પોલ ખોલી

વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પાપે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક આગેવાને સ્થળ પર નવા જ બનેલા રોડના પોપડા ઉખેડી, રોડની પોલમપોલ ખુલ્લી પાડી હતી.

નોંધનીય છે કે, લાખ્ખો રૂપિયાના ખર્ચે આ અડધો કિલોમીટરનો રોડ બન્યો હતો. જેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના સ્થાનિકના આક્ષેપ સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો