Vadodara News: એકતા યાત્રા પછી સરદારનું જ અપમાન, રસ્તા કિનારે રઝળતી જોવા મળી પ્રતિમા
ગુજરાતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજય
ગુજરાતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વડોદરામાં પણ એકતા યાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમ બાદ સરદારની પ્રતિમા કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રઝળતી જોવા મળી હતી.
ટેમ્પામાં સરદાર પટેલનું પૂતળું મુકવામાં આવ્યું
રવિવારે એટલે કે 16 નવેમ્બરના રોજ વડોદરા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન ટેમ્પામાં સરદાર પટેલનું પૂતળું મુકવામાં આવ્યું હતું. ટેમ્પામાં પૂતળું મૂકી અગ્રણી રવાના થયા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સરદારની પ્રતિમા રઝળતી મૂકી દેવાઈ
શહેરના ત્રણ સ્થળેથી ધારાસભ્યો અને મંત્રી દ્વારા એકતા યાત્રા યોજાઈ હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિમાને કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રઝળતી મૂકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે સરદારનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસનો મોટો આક્ષેપ
કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ છે કે, રાજકીય લાભ માટે સરદાર સાહેબના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. કોંગ્રેસે તાત્કાલિક જવાબદારી નક્કી કરવાની અને પ્રતિમાનો સન્માન જળવાય તે માટે પગલાં ભરવાની માગણી કરી હતી.







