Vadodara News: સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યનો હુંકાર, સ્ટેજ પરથી વિરોધીઓને આડે હાથ લીધા
વડોદરાના વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ખાતે જિલ્લા પંચાયત સીટને ધ્યાને
વડોદરાના વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ખાતે જિલ્લા પંચાયત સીટને ધ્યાને રાખી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે પૂર્વ દબંગ ધારાસભ્યનું નામ લીધા વગર કટાક્ષ કરી હતી.
"કોઈથી ગભરાતા નહીં, હું નહીં, તમે ધારાસભ્યો છો"
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી કહ્યું કે, "આવનારી ચૂંટણીમાં કોઈ બહુરુપિયો તમારા ગામમાં આવે તો પ્રવેશવા ના દેતા અને જો આવે તો તેને જૂતાનો હાર પહેરાવી રવાના કરજો. કોઈથી ગભરાતા નહીં, હું નહીં, તમે ધારાસભ્યો છો."
"... તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ"
વાઘેલાએ કહ્યું કે, "2022માં ડિપોઝિટ ગુમાવનારાઓ ફરી સેવા કરવા આવ્યા છે. વાઘોડિયા બોડી બામણીનું ખેતર નથી. ભોળી જનતાને ભરમાવા આવનારને જૂતાનો હાર પહેરાવી પાછા મોકલી દેજો. વાઘોડિયાની ભોળી જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશ."
નોંધનીય છે કે, ભાજપા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.







