VIDEO: Aravalli: સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવાની ઘેલછા, યુવાને બસ ડેપો પર કર્યા જોખમી સ્ટંટ
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના બસ ડેપો ખાતે કેટલાક યુવકોના બેફામ અને જોખમી સ્ટંટબાજીનો કિસ્સો સામે આવ્યો
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના બસ ડેપો ખાતે કેટલાક યુવકોના બેફામ અને જોખમી સ્ટંટબાજીનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે ડેપોમાં હાજર મુસાફરો અને ખાસ કરીને યુવતીઓ ભયમાં મુકાયાં હતાં. સોશિયલ મીડિયામાં વ્યુઝ મેળવવાની લ્હાયમાં આ યુવકો જાહેર સ્થળો પર જીવલેણ કરતબ કરી રહ્યા છે, જેના કારણે મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો છે.
બસ ડેપોના પ્લેટફોર્મ પર જ્યારે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ સ્ટંટબાજોએ અચાનક જોખમી કરતબ શરૂ કરી દીધા હતા. આ યુવકને પોલીસે અગાઉ પણ પાઠ ભણાવ્યો હતો. તેમ છતાં, પોલીસના ડર વિના આ યુવકો ફરી એકવાર જાહેર સ્થળો પર લોકોના જીવની પરવા કર્યા વિના સ્ટંટ કરી રહ્યા છે.



