મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં વેપારી સાથે છેતરપિંડી; 42 લાખના દાગીના ખરીદ્યા બાદ નાણાં ન ચૂકવી ઠગાઈ કરી

અમદાવાદના સી.જી. રોડ પર સોના-ચાંદીનો વેપાર કરતા એક વેપારી સાથે રૂપિયા 42 લાખથ

Ahmedabadમાં વેપારી સાથે છેતરપિંડી; 42 લાખના દાગીના ખરીદ્યા બાદ નાણાં ન ચૂકવી ઠગાઈ કરી

અમદાવાદના સી.જી. રોડ પર સોના-ચાંદીનો વેપાર કરતા એક વેપારી સાથે રૂપિયા 42 લાખથી વધુની કિંમતના દાગીનાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના કિરણ બેંગલ્સ'ના માલિકે આ દાગીના ખરીદ્યા બાદ તેના રૂપિયા ન ચૂકવતા આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, નવરંગપુરા વિસ્તારમાં સોનીનો વ્યવસાય કરતા મિતેશ સોની નામના વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, વડોદરાની 'કિરણ બેંગલ્સ'ના માલિક યતીન સોનીએ તેમની પાસેથી દાગીનાની ખરીદી કરી હતી. યતીન સોનીએ ફરિયાદી પાસેથી 42.31 લાખ રૂપિયાની કિંમતના 22 કેરેટ સોનાના દાગીના ખરીદ્યા હતા. પરંતુ રકમ ન ચૂકવાતા મિતેશ સોનીએ યતીન સોની વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમાચાર શેર કરો