મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: સરકારી નોકરી અપાવવાના નામે ₹ 7.50 લાખની ઠગાઈ, યુવકને રાજ્યપાલની નકલી સહીવાળો નિમણૂક પત્ર મોકલાયો

ગુજરાત સરકારમાં નોકરી અપાવવાના બહાને અમદાવાદના એક યુ

Ahmedabad: સરકારી નોકરી અપાવવાના નામે ₹ 7.50 લાખની ઠગાઈ, યુવકને રાજ્યપાલની નકલી સહીવાળો નિમણૂક પત્ર મોકલાયો

ગુજરાત સરકારમાં નોકરી અપાવવાના બહાને અમદાવાદના એક યુવક સાથે  પતિ-પત્નીની જોડીએ ઠગાઈ કરી છે. આરોપીઓએ યુવક પાસેથી ₹ 7.50 લાખની રકમ પડાવી લીધી હતી અને તેને રાજ્યપાલની નકલી સહીવાળા બનાવટી દસ્તાવેજો પકડાવી દીધા હતા.

રાજ્યપાલની નકલી સહીવાળો લેટર મોકલ્યો

નરોડાના રહેવાસી મયુર જોષી નામના યુવકે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી પતિ-પત્નીએ પોતે સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી હતી. આરોપીઓએ મયુર જોષીને ₹ 25 લાખમાં સરકારી નોકરી અપાવવાનું કહીને એડવાન્સ પેટે ₹ 7.50  લાખ પડાવી લીધા હતા. વિશ્વાસ બેસાડવા માટે આરોપીઓએ યુવકને ગુજરાતના રાજ્યપાલની સહી અને સિક્કા સાથેનો બનાવટી નિમણૂક પત્ર મોકલ્યો હતો. આ ઉપરાંત, તેને 'યુનાઈટેડ નોબલ હ્યુમન રાઈટ્સ કમિટિ'નું આઈકાર્ડ પણ આપવામાં આવ્યું હતું.

જોકે, યુવકે શંકા જતાં આઈકાર્ડ અને લેટરની તપાસ કરાવી તો તે બંને બોગસ હોવાનો ખુલાસો થયો હતો. આખરે, મયુર જોષીએ નવરંગપુરા પોલીસમાં કોમલ ત્રિવેદી અને આનંદ ત્રિવેદી નામના પતિ-પત્ની સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે હવે આ ઠગ દંપતીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો