Sabarkantha/ શિક્ષિત લોકો પણ ઠગાઈનો ભોગ! ડોક્ટર સાથે 'ટેલિગ્રામ ટ્રેડિંગ'ના નામે ₹ 2.16 લાખની ઓનલાઈન છેતરપિંડી
સાબરકાંઠા જિલ્લામાં cના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વડાલીમાં એક જાગૃત નાગરિક ગણાતા

સાબરકાંઠા જિલ્લામાં cના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વડાલીમાં એક જાગૃત નાગરિક ગણાતા ડોક્ટર પણ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. વડાલીના એક તબીબ સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામે 2 લાખ 16 હજાર ni ઠગાઇ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર ડોક્ટર સાથે આ છેતરપિંડી "SALMAN MEMON TRADER" (HALAL WORK) નામના ટેલિગ્રામ ગ્રુપ થકી કરવામાં આવી હતી. ઠગબાજે આ ગ્રુપના માધ્યમથી ડોક્ટરને ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહીને નાના-મોટા ટ્રાન્ઝેક્શન દ્વારા ઓનલાઈન રૂપિયા મંગાવ્યા હતા.
આ રીતે ડોક્ટર પાસેથી કુલ ₹ 2,16,000 કરતાં વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.
પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં જ ભોગ બનનાર તબીબે તાત્કાલિક વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને ટેલિગ્રામ ગ્રુપ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના આધારે ઠગબાજોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ જિલ્લામાં વધી રહેલા સાયબર ફ્રોડ સામે ચિંતાનો માહોલ સર્જ્યો છે.






